પોલીસની પાંચ ટિમો દેશી દારૂના હાટડા ઉપર ત્રાટકી : 13 શખ્સોની ધરપકડ,એકની શોધખોળનામચીન બૂટલેગર ધવલ શુક્લ વળી પાછો દસ બોટલ દારૂ સાથે ઝડપાયોહળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારે પોલીસ દ્વારા દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.જેમાં જુદી જુદી 13 દારૂની ભઠ્ઠીઓ ઝડપી લીધી છે.સાથે જ બાર આરોપીઓની પણ અટકાયત કરાઈ છે.જ્યારે શહેરના નામચીન બુટલેગરને ત્યાંથી 10 બોટલ ઇંગ્લિશ દારૂની પણ ઝડપી લેવાય છે. હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી વ્યાસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ તેમજ 30 પોલીસ જવાનો દ્વારા વહેલી સવારે પાંચ વાગ્યાથી હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના ધંધાર્થીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં હળવદ શહેરમાં રહેતા ધવલભાઇ નરેન્દ્રભાઈ શુક્લને ત્યાંથી 10 ઇંગ્લિશ દારૂની બોટલ સાથે તેને ઝડપી લીધો હતો.સાથે જ શહેરના સુનીલનગર વિસ્તારમાં રહેતા લાલભા દિલુભા ઝાલાને 50 લિટર દેશી દારૂના આથા સાથે ઝડપી લીધા હતા.તેમજ ભવાનીનગર વિસ્તારમાંથી દશરથભાઈ ધમાભાઈ કોળીને 60 લીટર દારૂનો આથો અને પાંચ લિટર દેશી દારૂ તેમજ દિનુબેન પ્રવીણભાઈ કોળીને 10 લીટર દારૂ સાથે ઝડપી લીધા છે.તેમજ હળવદના ચરાડવા ગામેથી જગાભાઈ મનુભાઈ પઢીયારને 7 લીટર દેશી દારૂ,કલ્પેશભાઈ બારોટને 13 લીટર દેશી દારૂ,સદામભાઈ ગુલ મોહમ્મદભાઈ ભટીને 15 લીટર દેશી દારૂ અને સુરેશભાઈ લાલજીભાઈ ડાભીને 12 લિટર દેશી દારૂ સાથે ઝડપી લીધા છે.તેમજ ચૂંપણી ગામેથી વિનાભાઈ કેશાભાઈ દેવીપુજકને 10 લીટર દારૂ અને સુંદરગઢ ગામેથી મનીષાબેન બળદેવભાઈનો 8 લિટર દેશી દારૂ ઝડપી લીધો છે.મનીષાબેન ફરાર હોય તેઓને ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ છે. સાથે જ જુના ઘાટીલા ગામે રહેતા યોગેશભાઈ હીરાભાઈ ચનુરાએ ધુળકોટ ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ કરી હોવાની બાતમીના આધારે પોલીસે 150 લીટર આથો કબજે લીધો છે જ્યારે આરોપી હાજર મળી ન આવતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.બીજી તરફ રાયસગપર ગામે રહેતા મહેશભાઈ કમાભાઈ ડાભી ગામના પાદર માંથી પસાર થતી નદી કાંઠે દારૂની ભઠ્ઠી ચલાવતા હોય જેથી તેઓને ત્યાંથી 150 લીટર આથો અને 14 લીટર દેશી દારૂ સાથે આરોપીની અટકાયત કરાઈ છે તેમજ કાનજીભાઈ રણછોડભાઈ કોળી રહે કેદારીયા તેઓને ત્યાંથી પણ 17 લીટર દેશી દારૂ સાથે અટકાયત કરી પોલીસ મથકે લઈ આવી કાર્યવાહી હાથ ધરી છે.હળવદ પોલીસ દ્વારા વહેલી સવારે જુદી જુદી પાંચ ટીમો બનાવી દેશી અને ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા બુટલેગરોને ત્યાં ઓચિંતી કાર્યવાહી કરવામાં આવતા દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકોમાં રીતસર નો ફફડાટ ફેલાયો છે.