સાયબર ક્રાઇમ અને સાઇબર ફ્રોડના બનાવો અટકાવવા માટે નવતર પહેલ હળવદ : મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત હળવદમાં પોલીસ જવાનો દ્વારા મકરસંક્રાંતિને ધ્યાને લઈ નિશુલ્ક પતંગ વિતરણ કરવામાં આવી હતી.સાથે સાથે લોકોમાં જાગૃતતા આવે તે માટે પતંગો પર વિવિધ સ્લોગનો લખવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત હળવદ શહેરના વિવિધ વિસ્તારોમાં સાયબર ક્રાઇમ અને સાઇબર ફ્રોડના બનાવો બનતા અટકે તેવા હેતુ સાથે અને લોકોમાં જાગૃતતા લાવવા માટે પતંગ ઉપર સાયબર થી બચવા માટેના વિવિધ સ્લોગન લખી નિશુલ્ક પતંગો વિતરણ કરવામાં આવી હતી.