હળવદ: હળવદ પોલીસે વાહન ચોરીના કેસમાં સંડોવાયેલા આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુ અરજણભાઇ પીપળીયા (ઉંમર ૩૨), રહે. ખરેડા, જી. મોરબી, હાલ રહે. જેતપર, સુનીલભાઈ શાંતીલાલ પટેલની વાડીએ,જી. મોરબી)ને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચોરીના કુલ ૪ મોટરસાયકલ કબજે કરવામાં આવ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે, રાજેશને એક ચોરીના મોટરસાયકલ સાથે પકડવામાં આવ્યો હતો. તેની વધુ પૂછપરછ કરતાં, તેણે અન્ય ૩ મોટરસાયકલની ચોરી કબૂલી હતી. રિકવર થયેલ મોટરસાયકલમાં હીરો સ્પ્લેન્ડર (રજી. નં. GJ 13 MM 2489), હીરો હોન્ડા સિલ્વર કલર સ્પ્લેન્ડર (રજી. નં. GJ 14 N 2649), હીરો હોન્ડા કાળા કલરનું સ્પ્લેન્ડર પ્રો (રજી. નં. GJ 13 FF 1319), અને હીરો હોન્ડા સ્પ્લેન્ડર (રજી. નં. GJ 10 AG 2121) નો સમાવેશ થાય છે. જેની પ્રત્યેકની કિંમત અંદાજિત ૨૦,૦૦૦/- રૂપિયા છે.