યુટુબમાં જાહેર જનતા દ્વારા મળેલ કોમેન્ટ, વ્યુઝ, લાઈક અને સબ્સ્ક્રીપ્શનના આધારે વિજેતા ઘોષિત કરવાનો નવતર અભિગમ હળવદ : સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને સમગ્ર ગુજરાતમાંથી તમામ સ્પર્ધકોએ પોતાના ઘરે બેઠા મોબાઈલમાં રેકોર્ડ કરીને દેશભક્તિ ગીત પર ડાન્સ કરતા હોય તેવો એક મીનીટનો વિડીયો બનાવીને મોકલેલ ઓડિશન રાઉન્ડમાં આ વિડીઓનાં આધારે સ્પર્ધકોની વયકક્ષા મુજબ આઝાદ, તિલક, સરદાર પટેલ, સાવરકર વગેરે સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ પર ૬ કેટેગરીમાં વહેચીને ફાઈનલ માટે ૧૮ સ્પર્ધકો પસંદ કરવામાં આવેલ છે. જ્યુરી મેમ્બર ડાન્સર દેવ સર, ડાન્સર ભાવેશ સર અને મેનેજિંગ ડીરેક્ટર ડૉ. મહેશ પટેલની ત્રણ સભ્યોની કમિટીએ ફાઈનલ લીસ્ટને મેશપ કરેલા ગીતો સિલેક્ટ કરીને આપેલ હતા. ફાઈનલમાં જીતવા માટે તક્ષશિલા સંકુલની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલ ડાન્સ વિડીઓ પર જાહેર જનતાએ આપેલ લાઈક્સ, વ્યુઝ, કોમેન્ટ અને સબસ્ક્રિપ્શનના આધારે વિજેતા ઘોષિત કરવાનો નવતર અભિગમ અપનાવ્યો હતો. તેમાં આઝાદ ગૃપમાં બાપોદરીયા ધ્યેય પ્રથમ નંબર અને પટેલ મીશા બીજો નંબર પર, સરદાર-૧ ગૃપમાં જેઠલોજા મૈત્રી પ્રથમ નંબર અને પટેલ આર્યા બીજા નંબર પર, સરદાર–૨ ગૃપમાં પટેલ ખંજન પ્રથમ નંબર અને કૈલા પીનાક બીજા નબર પર, તિલક–૧ ગૃપમાં દેત્રોજા હર્ષ પ્રથમ નંબર અને શુક્લ હેતવ બીજા નંબર પર, તિલક-૨ ગૃપમાં પારઘી ચાંદની પ્રથમ નંબર અને ઝાલોડીયા અક્ષુ બીજા નંબર પર જયારે સાવરકર ગૃપમાં રાઠોડ રિધ્ધિ પ્રથમ નંબર અને ઠાકોર અમન બીજા નંબર પર વિજેતા થયેલ હતા. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત રૂપે સર્ટીફીકેત આપવામાં આવેલ હતા. વિજેતા વિદ્યાર્થીઓને જયારે શાળા ખુલશે ત્યારે ટ્રોફી એનાયત કરવામાં આવશે, તેવું સંચાલક રમેશભાઈ કૈલાએ જણાવેલ હતું. વિજેતા તમામ વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી રોહિતભાઈ સિણોજીયા અને પ્રમુખ ડાયાભાઇ ગરધરીયાએ અભિનંદન પાઠવેલ હતા. [gallery ids='104624,104625,104626,104627']