હળવદ : હળવદના શકિતનગર પાસે ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રેલરના ડ્રાઇવર અને ક્લીનરને ગંભીર ઈજાઓ પહોંચતા બન્નેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે ટ્રાફિક જામ થવાથી વાહનોની લાંબી લાઈન લાગી હતી. હળવદના શક્તિનગર પાસે હાઇવે પર એલએન્ડટીનું ટેન્કર છોડને પાણી છાટી રહ્યું હતું. તે વેળાએ અમદાવાદથી મોરબી જઇ રહેલું ટ્રેલર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં રાજસ્થાનના ટ્રેલર ચાલક અને કલીનર ગંભીર રીતે ઘાયલ થયા હતા જેથી બન્નેને હળવદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે હળવદ - ધ્રાગધ્રા હાઇવે પર ટ્રાફિકજામ થતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. ત્યારે પોલીસના હાઇવે પેટ્રોલીંગ વાહને ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.