રાજકોટ આર આર સેલની કાર્યવાહી : અન્ય ૪ નામો ખુલતા તેની સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હળવદ : હળવદના માણેકવાડા ગામની સીમમાંથી રાજકોટ આર આર સેલે રૂ. ૨.૬૯ લાખનો દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડ્યો છે. આ સાથે હાજર મળી આવેલા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે આ કામના અન્ય ૪ આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ આર આર સેલને હકીકત મળેલકે હળવદ પો.સ્ટે.ના માણેક વાળા ગામની સીમમા આવેલ મહેશ વાલજીભાઇ કોળીની વાડી નજીક અમુક માણસો દ્રારા દારૂ બિયરનું વેચાણ ચાલુ છે તેવી બાતમી મળતા આર.આર.સેલના પીએસઆઇ એમ.પી.વાળાને સુચના થી સ્ટાફના દીપસંગ ચીત્રા, કુલદિપસિંહ ચુડાસમા, રામભાઇ મંઢ, શક્તિસિહ ઝાલા તથા ડ્રાઇવર મોગલભાઇ ને હકીકત વાળી જગ્યાએ મોકલી ચેક કરાવતા સદર મહેશ વાલજીભાઇ કોળીની વાડી નજીકથી ઇગ્લીશ દારૂની ઇગ્લીશદારૂની નાની-મોટી બોટલ નંગ-૧૭૩૬ કિ.રૂ.૨,૨૦,૮૦૦/-, બીટર ટીન નંગ-૪૫૫ કિ.રૂ ૪૫,૫૦૦ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૨,૬૯,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ હાજર મળી આવેલ આરોપી હીતેશ ઉર્ફે હીતો ભુપતભાઇ કોળી તથા કિશનભાઇ જીવણભાઇ કોળી રે. બંન્ને રાતાભેર તા.હળવદ વાળાની ધરપકડ કરી હતી. ઇંગ્લીશ દારુ અને બિયરના જથ્થા બાબતે પુછતા આરોપીઓએ જણાવેલ કે આ જથ્થો વાઘજીભાઇ ઉર્ફે ટીકાભાઇ વાલજીભાઇ કોળી રે.રાતાભેર વાળાનો છે અને વસંત કાનજીભાઇ રે.પીપળી તા.ધાંગધ્રા, હરજી રાણાભાઇ રે.વીરપર તા.વાંકાનેર વાળાએએ જથ્થાનું કટીંગકરી નવઘણ ઉર્ફે ઘુણો તેજાભાઇ કોળી રે.રાતાભેર વાળાની પીકઅપ ગાડીમાં ભરી મોકલાવેલ હોવાનુ જણાવતા ઉપરોકત તમામ વિરુધ્ધ હળવદ પો.સ્ટે.માં ગુનો રજી. કરાવેલ છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='28598,28599']