હળવદ : હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે આજે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે આજે સવારે 11 કલાક સુધીમાં 22.89 ટકા મતદાન થયું છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 6,287 મતદારોએ મતદાન કર્યું છે.નોંધનીય છે કે, હળવદ નગરપાલિકા ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠક માટે 70 ઉમેદવાર મેદાનમાં છે, કુલ 30 મતદાન મથક પર 27,471 મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં કુલ 30 બુથ છે. જેમાંથી 14 બિલ્ડીંગમાં મતદાન થઈ રહ્યું છે. તેમજ 11 બૂથ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. હાલ મતદાન દરમ્યાન પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં હાલ મતદાન થઈ રહ્યું છે.