હળવદ : સરા- હળવદ રોડ પર ગઈકાલે રોઝડું આડું ઉતરતા રાણેકપર ગામના મોટર સાયકલ સવાર યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ સરા-હળવદ રોડ પર ભલગામડા પાસે દિઘડિયા નર્મદા કેનાલ નજીક મોટર સાયકલ વચ્ચે રોઝડું પડતા નવધણભાઈ જીવાભાઈ બાબરીયા ઉ.૩૨ રે. રાણેકપર વાળાને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થતા મોત નિપજયું હતુ. વધુમાં નવધણભાઈ વાછડાદાદાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે નર્મદાકેનાલ પાસે મોટરસાયકલ આડે અચાનક રોઝડુ ઉતરતા યુવાન નુ ધટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.