આનંદ પાર્કમાં ભાજપ દ્વારા વિજય ટંકાર યુવા સંમેલન યોજાયું : ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો રહ્યા ઉપસ્થિત આગામી સમયમાં ૮૦ લાખ યુવાનોને રોજગારી આપવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક : ઋતીક પટેલ હળવદમાં નગરપાલિકાની ચૂંટણીને ગણતરીના કલાકો રહ્યા છે તેમજ આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત પડવાના છે. ત્યારે ગુજરાત પ્રદેશ યુવા મોર્ચાના પ્રમુખ ડો. ઋતીક પટેલનું હળવદમાં રોડ શો યોજાયો હતો જેમાં ભાજપના આગેવાનો તેમજ મહાનુભાવો તથા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ ડો. ઋતીક પટેલ સાથે પૂર્વ પંચાયત મંત્રી જયંતિભાઇ કવાડીયા તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓ આ રોડ શોમાં ઉપસ્થિત રહ્યાં હતા. હળવદ યુવા ભાજપ દ્વારા કરવામાં આવેલ આયોજનમાં વિશાળ રેલી નીકળી હતી. આ રેલી શહેરના વૈજનાથ ચોકડીથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગે ફરી હતી ત્યારે ભાજપના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ ડો. ઋતીક પટેલએ આ રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલ્યૂં હતુ. હળવદ ભાજપ દ્વારા આનંદ પાર્ક ખાતે આજે સવારે વિજય ટંકાર યુવા સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ ડો. ઋતીક પટેલે યુવા સંમેલનમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં રજુ થયેલ બજેટ પ્રજાલક્ષી છે તેમજ યુવાનોના રોજગાર માટે આ બજેટ મહત્વપૂર્ણ હોવાનું કહ્યું હતું તો સાથોસાથ ગુજરાત સરકારના વિકાસશીલ કામોમાં ૩ લાખ યુવાનોને સરકારી નોકરી આ ભાજપ સરકારે આપી છે તેવું ઉમેર્યું હતું તદુપરાંત મા અમૃતમ યોજનાના અંતર્ગત ૧૦ કરોડ પરિવારને સરકારી સહાય આપવામાં આવી છે જે વિશ્વની સૌથી મોટી યોજના હોવાનું ડો.ઋતીક પટેલે જણાવ્યું હતું. આ પ્રસંગે બિપિનભાઇ દવે, તાલુકા પ્રમુખ રજનીભાઇ સંઘાણી, હળવદ પ્રભારી વલ્લભભાઈ પટેલ, શહેર પ્રમુખ અજયભાઈ રાવલ, પાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હિનાબેન મહેતા, તપનભાઈ દવે, રમેશ ભગત, સંદિપ પટેલ, હરેશભાઈ પરમાર, અશોક પ્રજાપતિ, મેહુલ પટેલ સહિત ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='18731,18732']