રબારી પરિવાર દ્વારા ધજા આરોહણનું અનેરૂ ધર્મકાર્ય કરાયું : બહોળી સંખ્યામાં શિવ ભકતો ધર્મકાર્યમાં જાડાયા : વૈજનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હળવદ : શ્રાણવ માસનો છેલ્લો દિવસ એટલે શ્રાવણ વદ અમાસ. આ પવિત્ર દિવસે હળવદમાં વૈજનાથ મહાદેવ મંદિર ખાતે બાવન ગજની ધજા આરોહણનો અમુલ્ય લાભ રબારી પરિવારને મળ્યો હતો. ત્યારે રબારી સમાજના અનેક આગેવાનો આ ધર્મકાર્યમાં જાડાયા હતા અને સમગ્ર વૈજનાથ મહાદેવ મંદિરના પરિસરમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠયા હતા. સૌરાષ્ટ્રના સોમનાથની આબેહુબ પ્રતિકૃતિ સમાન ગણાતું હળવદના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ બાવન ગજની ધજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. જેમાં રબારી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા જેમાં ધજા ચડાવવાનો અમુલ્ય લાભ પરબતભાઈ કમાભાઈ રબારીના સીરે ગયું હતું અને આ કાર્યક્રમમાં દિનેશભાઈ રબારી, મહેન્દ્રભાઈ રબારી, વિપુલભાઈ રબારી, નાનુભાઈ રબારી, અજીતભાઈ રબારી, ગેલાભાઈ રબારી, નાગરભાઈ રબારી, પ્રવિણભાઈ રબારી, રામજીભાઈ રબારી સહિતના લોકો આ ધર્મકાયમાં જાડાયા હતા. વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ધજા આરોહણ પ્રસંગે ભાવિક ભકતો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું. વૈજનાથ મહાદેવ મંદિર ખાતે અમીત રબારીના યજમાન પદે રહ્યા હતા. પુજા-અર્ચન વિધિ મિતેશકુમાર પ્રદિપકુમાર જાષીએ કરાવી હતી. વૈદિક મંત્રોચ્ચારથી વાતાવરણ ધર્મમય બન્યું હતું. આવા આલૌકિક વાતાવરણ વચ્ચે વૈજનાથ મહાદેવ મંદિર ઉપર ધજા ચડાવી હતી અને આ ધર્મકાર્યમાં બહોળી સંખ્યામાં શિવ ભકતો જાડાયા હતા.