પહેલા મતદાન બાદમાં સાત ફેરા ! મતદાનની ફરજ નિભાવી હળવદ : આજે હળવદ નગર પાલિકાની ચૂંટણીમાં મીંઢોળબંધા વરરાજાએ લગ્નના સાત ફેરા ફરતા પૂર્વે મતદાન કરવાની પોતાની અદા કરી પહેલા મતદાન બાદમાં લગ્નનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજે યોજાયેલ હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં મીંઢોળબંધા વરરાજા મેહુલભાઈ કારીયાએ ડો.પરીખ સ્કૂલમાં મતદાન કરવા પહોંચ્યા હતા. મેહુલભાઈ કારીયાના આજે લગ્ન હોવા છતાં તેઓએ પહેલા મતદાન કરી બાદમાં લગ્નજીવનના સાત ફેરા ફર્યા હતા. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='18803,18804']