હળવદ : હળવદમાં યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે એસ્ટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવતા આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હળવદના આંબેડકરનગરમાં રહેતા વિજયભાઈ કાનજીભાઈ પરમારે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ગીની ગેસ્ટ હાઉસ પાસે હતા ત્યારે વિક્રમભાઈ મનુભાઈ રબારીએ તેઓને લાફો ઝીંકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ એસ્ટ્રોસિટીની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.