હળવદ : હળવદ પોલીસ સ્ટેશનના કપાસ ચોરીના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજીની ટીમે મોરબીની નવલખી ફાટક પાસેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એસઓજીની ટીમે આજે બાતમીના આધારે મોરબીની નવલખી ફાટક પાસેથી હળવદ પોલીસ સ્ટેશનના કપાસના ચોરીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી રાણા પુના આહીરને પકડી પાડ્યો હતો. એસઓજીની ટીમે જરુરી કાર્યવાહી કરી આરોપીને હળવદ પોલીસને સોંપ્યો હતો.