રિક્ષામાં ખીચો ખીચ પેસેન્જર બેસાડતા પોલીસ દ્વારા કાર્યવાહી હળવદ : મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું હોવા છતાં સરકારની કોરોના ગાઈડ લાઈનનું પાલન થતું ન હોય હવે પોલીસ કોવિડ ગાઈડલાઈનના પાલન માટે મેદાનમાં આવી છે. જે અન્વયે ગઈકાલે હળવદ પોલીસે લાંબા સમય બાદ કાર્યવાહી કરી પેસેન્જરને ખીચો ખીચ બેસાડી નીકળેલા બે રીક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી અટકાયતી પગલાં ભર્યા હતા. હળવદ પોલીસે ગઈકાલે બસસ્ટેન્ડ રોડ ઉપર વાહન ચેકીંગ કરી સરકારના કોવિડ ગાઈડલાઈન જાહેરનામનો અમલ કરાવી રિક્ષામાં ખીચોખીચ પેસેન્જર ભરીને નીકળેલા વિપુલભાઇ સતાભાઇ હાડગડા અને મેહુલભાઇ ગોવિંદભાઇ લામકા વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી બન્નેની અટકાયત કરી હતી.