હળવદ : પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે પવિત્ર આઠમના દિવસે હળવદમાં આવેલ શ્રી ગોર્વધન નાથજીની હવેલી ખાતે હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. પવિત્ર આઠમના દિવસે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરવા અનેરો ઉત્સાહ ભાવિક ભકતોમાં જાવા મળ્યો હતો. ત્યારે શહેરમાં આવેલ ૧પ૦ વર્ષ પુરાણી શ્રી ગોર્વધન નાથજીની હવેલી ખાતે ભવ્ય હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિકોએ હિંડોળા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર હિંડોળા દર્શનના કાર્યક્રમનું આયોજન કુમાર કિર્તનભાઈ જાષી, અર્જુનભાઈ જાષી, પ્રમુખ નરેન્દ્રભાઈ વોરા અને ધર્મેશભાઈ શાહ દ્વારા કરાયુ હતું.