હળવદ : હળવદ તાલુકાના કોંગ્રેસ પાર્ટીના યુવા નેતા હેમાંગ રાવલની રાજકોટ જિલ્લાના યુવા કોંગ્રેસ પ્રભારી તરીકે વરણી કરાતાં મોરબી જિલ્લાની કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો તેમજ હોદેદારોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. હળવદ શહેરના બ્રહ્મ સમાજના યુવા પેઢી અગ્રણી અને મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય હેમાંગભાઈ રાવલની તાજેતરમાં જ રાજકોટ જીલ્લા યુવા કોગ્રેસના પ્રભારી તરીકે વરણી કરવામાં આવતા હળવદ - ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા, મોરબી- માળીયાના ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજા, મોરબી જીલ્લા કોગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરા, હળવદ તાલુકા કોગ્રેસ યુવા પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, તાલુકા કોગ્રેસ મહામંત્રી ચતુરભાઈ ચરમારી સહીતનાઓએ અભિનંદન પાઠવી ઉતરોતર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ આપી હતી.