સરકારી હોસ્પિટલ નજીક બનેલી ઘટના : જાનહાની ટળી હળવદ : હળવદ સરકારી હોસ્પિટલ નજીક આજે રાત્રીના આઠેક વાગ્યાના સુમારે ફાસ્ટ ફૂડની લારીમાં ગેસનો બાટલો લીકેજ થતા અફડા - તફડી મચી જવા પામી હતી જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જાણવા મળ્યા મુજબ હળવદ સરકારી હોસ્પિટલ પાસે બસ સ્ટેશન રોડ નજીક લોકો ચાઈનીઝની લારીએ ખાણીપીણીની મોજ માણી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ લારીમાં રહેલ ગેસના બાટલામાં આગ લાગતા અફડા - તફડીનો માહોલ સર્જાયો હતો. વધુમાં ચાઈનીઝ લારીએ રાત્રીના આઠેક વાગ્યાના સુમારે ગેસનો બાટલો અચાનક જ લીક થતા આગ લાગી હતી અને ખાણીપીણી માટે આવેલ લોકોમાં ગભરાટનો માહોલ છવાયો હતો અને થોડા સમય માટે રીતસરની નાસભાગ મચી ગઈ હતી. જાકે આ બનાવથી મોટી જાનહાની ટળી હતી, ગેસ સિલિન્ડરમાં આગ લાગતા થોડીવાર માટે ભયનો વાતાવરણ સર્જાયો હતો અને આ બનાવના પગલે બસ સ્ટેશન રોડ પર લોકોના ટોળા એકત્રીત થઈ ગયા હતા અને લોકોના ટોળાએ આગ પર તાત્કાલીક અસરથી કાબુ મેળવ્યો હતો.