મોરબી : હળવદના સુરવદર ગામે પુત્રીની છેડતી મામલે પિતાની હત્યા કરવાના બનાવમાં હળવદ કોર્ટે બે આરોપીઓની જામીન અરજી કોર્ટે નામંજુર કરી દીધી છે મોરબી જીલ્લાના હળવદ તાલુકાના સુરવદર ગામે ગત તાં.૨૦/૧૧/૨૦૧૮ ના રોજ ગામના જ રહેવાસી અશોકભાઈ ત્રિભોવનભાઈ સુરાણી ની પુત્રીની છેડતી કરવા બાબતે ઠપકો આપતા રોષે ભરાઈ ગામના જ રહેવાસી મનસુખ તખુભાઈ દેસાઈ અને જતીન મનસુખભાઈ દેસાઈ દ્વારા છરી ના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી જેમા બાદમાં આ આરોપીઓ ની હળવદ પોલીસે ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા ત્યારે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી જેમાં બન્ને ઓઈટ પુત્ર આરોપીઓ ના વકીલ મારફત એડ.ડિસ્ટ્રિક્ટ. મેજિસ્ટ્રેટ એમ.કે.ઉપાધ્યાય ની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેમાં ફરિયાદી પક્ષે મનીષ પી ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને મેનાઝબેન પરમાર દ્વારા આરોપીઓને નહિ છોડવાના માર્મિક કારણો સાથે ધારદાર દલીલો કરતા એડ.ડિસ્ટ્રીક મેજી.એમ.કે.ઉપાધ્યાય દ્વારા આરોપીઓ ને જામીન મુક્ત નહિ કરવા હુકમ કરી રેગ્યુલર જામીન અરજી નામંજુર કરી હતી. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en