હળવદ : હળવદના દેવળીયા ગામે ત્રણ ઈસમોએ ગેરકાયદે ઘરમાં ઘુસી હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ કરીમભાઇ અબ્દુલભાઇ સંઘવાણી ઉ. ૪૮ ધંધો ખેતી રહે જુના દેવળીયા તા હળવદ જી મોરબીવાળા સાથે ઝઘડો કરી આરોપી (૧) વિજય જયંતીલાલ પટેલ (૨) આશીફ ઉર્ફે બાડો ઇકબાલભાઇ મુલતાની (૩ વિક્રમસિંહ વિનુભા પરમાર રહે ત્રણેય જુના દેવળીયા તા હળવદ જી મોરબી વાળાએ હુમલો કર્યો હતો. વધુમાં આરોપીઓએ ફરીયાદીને ધોકા વતી મુંઢ માર મારી ઘરમાં ઘુસી જઇ ધોકા પાઇપ વતી ફરીના ઘરમા હુમલો કરવાના ઇરાદે પ્રવેશ કરી મોટરસાયકલ તથા ઘરના દરવાજો તથા ખુરશી તથા ખાટલો જેવી ચીજ વસ્તુની તોડ ફોડ કરી કુલ કી રૂ ૨૫૦૦૦/- ની નુકશાન કરી હતી. આ મામલે પોલીસે ગુન્હામા એક બીજાને મદદગારી કરી જીલ્લા મેજી. મોરબીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરવા અંગે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.