હળવદ : શહેરના મોરબી દરવાજા બહાર મુસ્લિમ સમાજના કબ્રસ્તાન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરાયેલા વાડા તેમજ દિવાલોને હળવદ પાલીકા અને મામલતદારની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. તો સાથો સાથ હળવદ પોલીસને સાથે રાખી દબાણો દુર કરાયા હતા. શહેરમાં દિન પ્રતિદિન સરકારી જગ્યા પર ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. ત્યારે શહેરના મોરબી દરવાજા પાસે આવેલ કબ્રસ્તાનમાં અમુક લોકો દ્વારા કબ્રસ્તાન વિસ્તારમાં ગેરકાયદેસર દિવાલો ચણી તેમજ વાડા બનાવી નાખવામાં આવ્યા હતા. આ અંગે હળવદ મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર વી.કે.સોલંકી અને પાલીકા ચીફ ઓફિસર સાગર રાડીયાને રજૂઆત કરાતા પોલીસને સાથે રાખી ગેરકાયદેસર રીતે કરાયેલ બાંધકામને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.