તાલુકા પ્રમુખ તરીકે મહિપાલસિંહ ઝાલા અને શહેર પ્રમુખ તરીકે ગોપાલભાઈ દોરાલાની વરણીહળવદ : આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના આદેશ અને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાની સૂચનાથી હળવદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. આ નિમણૂકો દ્વારા પક્ષે જ્ઞાતિગત સમીકરણો અને ભૌગોલિક વિસ્તારને પ્રાધાન્ય આપીને પાયાના કાર્યકરોને સ્થાન આપ્યું છે.હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ તાલુકા પ્રમુખ તરીકે મહિપાલસિંહ આર. ઝાલાની પસંદગી કરવામાં આવી છે. તાલુકાના વિવિધ ગામોના પ્રતિનિધિઓને સમાવતું માળખું નીચે મુજબ છે.* પ્રમુખ: મહિપાલસિંહ આર. ઝાલા (હળવદ)* ઉપ પ્રમુખ: જીલુભાઈ ઘોઘજીભાઈ પરમાર (સુંદરી ભવાની), સુમીતાબેન ઘનશ્યામભાઈ કણઝારીયા (સાપકડા), મોહનભાઈ નાનજીભાઈ સિંધવ (ટીકર - રણ) અને દેવજીભાઈ કાળુભાઈ દૂધરેજીયા (ઢવાણા)* મહામંત્રી : હર્ષદભાઈ લક્ષ્મણભાઈ પટેલ (સાપકડા), ઘનશ્યામભાઈ ટીડાભાઈ રાનેવાડીયા (સુંદરગઢ), રાજેશભાઈ જશરાજભાઈ કણઝારીયા (નવા ઈશનપુર)* સંગઠન મંત્રી : ગફલભાઈ કરશનભાઈ ખેર (મેરૂપર)* સહ મંત્રી: સંજયભાઈ ધનશ્યામભાઈ મેધાણી (માનસર)* ખજાનચી : હિતેન્દ્રભાઈ તેજાભાઇ પરમાર (કીડી)* કાર્યાલય મંત્રી : બળદેવભાઈ ગોરધનભાઈ ચાવડા (ચરાડવા)* પ્રવક્તા: મેહુલભાઈ દિનેશભાઈ એરવાડિયા (ટીકર - રણ) * શો.મી. ચેરમેન : નરેશભાઈ મોતીભાઈ સોલંકી (કોયબા)* અનુ.જાતિ ચેરમેન : રમેશભાઈ ભલાભાઈ સોલંકી (ધણાદ)* પ્રચાર મંત્રીઓ: ઉપેન્દ્રભાઈ સોનાગ્રા (રણજીતગઢ), જગદીશભાઈ રબારી (વેગડવાવ), ભવાનભાઈ દલવાડી (દેવીપુર).* કારોબારી સભ્ય: ચંદ્રિકાબેન ઓળકીયા (ચુપણી), નારણભાઈ સોનાગ્રા(ચરાડવા), હરખજીભાઈ માલાસણા(નવા દેવળીયા), રતુભાઈ લીલાપરા(ભલગામડા), રમેશભાઈ પોરડીયા(કેદારીયા), જયરાજસિંહ ઝાલા(ધણાદ), લક્ષ્મણભાઈ વીઠલાપરા(ડુંગરપર).હળવદ શહેર કોંગ્રેસ સમિતિ શહેર સંગઠનમાં અનુભવી અને સક્રિય કાર્યકરોને સ્થાન આપી ગોપાલભાઈ એમ. દોરાલાને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે.- પ્રમુખ: ગોપાલભાઈ એમ. દોરાલા- ઉપ પ્રમુખ: શીવાભાઈ હીરાભાઈ છીપરા, કંચનબેન અમરતભાઈ વાળા, લક્ષ્મણભાઈ ઓધવજીભાઈ દલવાડી.- મહામંત્રી: બિનલભાઈ ચામુંડરાય રાવલ, ચંદુલાલ ધરમશીભાઈ પટેલ, જગદીશભાઈ રામજીભાઈ દલવાડી, ભરતભાઈ નાથુભાઈ પરમાર.- પ્રચાર મંત્રી: અશરફભાઈ રઝાકભાઈ મુલતાની, ધીરુભાઈ કરશનભાઈ રાઠોડ, મહાદેવભાઈ રેવાભાઈ ભરવાડ.- સંગઠન મંત્રી: ચતુરભાઈ પ્રાગજીભાઈ દલવાડી- સહમંત્રી: ઠાકરશીભાઈ ઝાલાભાઇ બામ્બા- ખજાનચી: લગધીરસિંહ હનુભા ઝાલા કાર્યાલય મંત્રી: ભરતભાઈ ધનશ્યામભાઈ સુરેલા- અનુ.જાતિ ચેરમેન: ઈશ્વરભાઈ કરશનભાઈ પરમાર- કારોબારી સભ્યો: ધીરજભાઈ ભાદ્રેશીયા, મંજુલાબેન દેગામા, મનસુખભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ મકવાણા, માજીદભાઈ સંધી, ભુપતભાઈ કોળી, ગોરધનભાઈ કોળી, કાન્તીભાઈ સુરેલા, હરીશભાઈ ચૌહાણ.નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવતા જિલ્લા કોંગ્રેસ નેતૃત્વએ જણાવ્યું હતું કે, તમામ સાથી મિત્રો આજથી જ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને પક્ષના કાર્યક્રમોમાં સક્રિય રહી વફાદારીપૂર્વક કામગીરી નિભાવે તેવી અપેક્ષા છે. આ નિમણૂકોથી હળવદ પંથકમાં કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.