હળવદ : હળવદ શહેરના કોંગ્રેસ મહામંત્રી અને હળવદ-ધાગંધ્રા યુથ કોંગ્રેસ ઉપ પ્રમુખ ચતુરભાઈ ચરમારીનો આજે જન્મદિવસ છે. ચતુરભાઈનો જન્મ ૧૦/૫/૧૯૮૫ને થયો હતો. તેઓ પોતાના જીવનના ૩૩ વર્ષ પૂર્ણ કરી ૩૪માં વર્ષમા મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગાસ્નેહી તેમજ મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. સમાજ સેવાને પ્રાધાન્ય આપી તેમણે જરૂરિયાતમંદ લોકોની સેવામાં લાગણીશીલ બન્યા છે. ચતુરભાઈ ચરમારી અનેક લોકપયોગી સેવાકીય પ્રવૃત્તિમાં પણ ઉમદા કાર્યો થકી ક્ષત્રિય ઠાકોર સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે બહુમાન મેળવ્યું છે તો સાથોસાથ હળવદ કોંગ્રેસના લડાયક યુવા નેતા ચતુરભાઈ ચરમારીએ માત્ર ટૂંકાગાળામાં હળવદ પંથકમાં લોક ચાહના મેળવી છે. હળવદ શહેર કે તાલુકામાં નિડર યુવા નેતાની છબી ધરાવતા ચતુરભાઈએ અનેક વખત જવલંત કાર્યક્રમો આપ્યાં છે, બસ આજ તેમની આગવી શૈલી ઢબે હળવદના કોંગ્રેસના માનીતા યુવા નેતા છે. જ્યારે ચતુરભાઈ દરેક ગરીબ જરૂરિયાતમંદો માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. વર્તમાન સમયમાં હળવદ શહેરના મહામંત્રી અને હળવદ-ધાગંધ્રા યુથ કોંગ્રેસ ઉપ પ્રમુખની કમાન સંભાળી રહ્યા છે ત્યારે હળવદ કોંગ્રેસના લડાયક યુવા નેતા અને સંગઠનમાં ખૂબ ઉમદા નામના મેળવનાર હળવદ શહેરના કોંગ્રેસ મહામંત્રી અને હળવદ -ધાગંધ્રા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ ચતુરભાઈ ચરમારીનો આજે જન્મ દિવસ છે ત્યારે તેમના મિત્ર વર્તુળોમાંથી તેમજ સગા-સંબંધીઓ તેમજ ઠાકોર સમાજમાંથી તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ઉપરાંત ફેસબુક, વોટસપ સહિત સોશિયલ મિડીયામાં પણ તેમના હિતેચ્છુઓ દ્વારા શુભેચ્છાઓ મળી રહી છે. આજે ચતુરભાઈના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર. ૯૯૦૯૦ ૮૯૬૩૭ પર તેમના સગાસ્નેહી તેમજ મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.