હળવદ : આજરોજ ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર દ્વારા હળવદ નગરપાલિકા ચૂંટણી સામાન્ય ચૂંટણી 2025 અન્વયે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સાથે સાથે જંગી જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેરસભામાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, સંસદસભ્ય ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મીયાત્રા, બિપીનભાઈ દવે, જશુભાઈ પટેલ, દિપકદાસજી મહારાજ, અજયભાઈ રાવલ, દાદાભાઈ ડાંગર સહિત પદાધિકારીઓએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું અને 7 વોર્ડની 28 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ દરમ્યાન અગ્રણીઓએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હળવદ શહેરનો સર્વાંગી વિકાસ થયો છે. જે વિકાસના કાર્યો હજુ બાકી છે તે આવનારા સમયમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી સત્વરે પરિપૂર્ણ થાય તે દિશામાં અગ્રણીઓ કાર્ય કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં હળવદ શહેરના દરેક વોર્ડમાંથી પાર્ટીના સિનિયર આગેવાનો - કાર્યકર્તાઓ તેમજ સામાજિક - ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે, મહામંત્રી રમેશભાઈ ભગત, ડો. અનિલભાઈ પટેલ સહિત યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.