હળવદ : હળવદના ચરાડવા ગામે બાઇકની ચોરી થઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હળવદના ચરાડવા ગામે મંદિર વાળી શેરીમાં રહેતા ધનજીભાઈ જાદવજીભાઈ ચાવડાએ હળવદ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેઓનું જીજે ૧૩ એમએમ ૬૮૦૩ નંબરનું સ્પ્લેન્ડર બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા છે. આ ફરિયાદના આધારે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.