હળવદ : હળવદના સુંદરીભવાની ગામે આવેલી પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિન નિમિતે શાળામાં ગૌરવભેર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ત્રિરંગાને સલામી આપી હતી ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ દેશભકિત ઉપર ગીત, પિરામિડ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં પ્રથમ અને બીજો નંબર મેળવનાર ધો.3 થી 8 ના વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en