દુકાનો પર અને વાહનો પર ફતેપરાના સમર્થકોએ લગાવ્યા પોસ્ટર હળવદ : તાજેતરમાં જ સુરેન્દ્રનગર લોકસભા ના સાંસદ દેવજી ફતેપરાનું પત્તું કાપી નાખી નવા ચહેરાને તક આપવામાં આવી છે ત્યારે દેવજી ફતેપરાએ રીતસરનો પક્ષ સામે બળાપો પોકાર્યો છે ત્યારે આજે હળવદ ના ગ્રામ્યપંથકમાં દેવજી ફતેપરા ના સમર્થનમાં દિવાલો અને વાહનો પર પોસ્ટરો લાગતા રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે પહેલા કોંગ્રેસ અને પછી ભાજપ મા જોડાઈ પાંચ વર્ષ સાંસદ રહેલ દેવજી ફતેપરાની ટિકિટ કાપી નવા ચહેરાને તક આપવામાં આવી છે જેને લઇ દેવજી ફતેપરાએ રીતસરનો પક્ષ સામે બળાપો પોકાર્યો છે ત્યારે આજે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દેવજી ફતેપરા ના સમર્થનમાં દિવાલો અને વાહનો પર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે 'સુરેન્દ્રનગર લોકસભામાં દેવજી ફતેપરા શિવાય બીજું કોઈ નહિ' જેના કારણે હાલ રાજકારણમાં હલચલ મચી જવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી સાથે-સાથે હળવદ-ધ્રાંગધ્રા ની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી પણ યોજાનાર હોય તેવા સમયે દેવજી ફતેપરાના સમર્થનમાં ગ્રામ્ય વિસ્તારમાં પોસ્ટરો લાગતાં રાજકીય આલમમાં દોડધામ મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે