માળિયા પાલિકાની બે બેઠક તેમજ માળિયા અને વાંકાનેર તાલુકા પંચાયતની એક-એક બેઠક ઉપર પેટાચૂંટણી પણ યોજાશે આજથી આચારસંહિતા લાગુ : 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે, 18 ફેબ્રુઆરીએ મતગણતરીમોરબી : રાજ્યના ચૂંટણી વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં હળવદ અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી પણ જાહેર થઈ છે. ચૂંટણી કમિશનર દ્વારા ચૂંટણી કાર્યક્રમની સતાવાર તારીખો જાહેર કરી દેવામાં આવી છે.ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરવામાં આવ્યું છે. રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ છે. ચૂંટણીના કાર્યક્રમ અંગે રાજ્યના ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી માહિતીઓ જાહેર કરી છે.હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. જ્યારે વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી યોજાશે. માળિયા નગરપાલિકાની બે ખાલી બેઠકોની પેટાચૂંટણી યોજાશે. આ સાથે વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક અને માળિયા તાલુકા પંચાયતની સરવડ બેઠક ઉપર પણ પેટા ચૂંટણી યોજાશે.નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જોઈએ તો 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. કુલ 2178 બેઠકો પર મતદાન યોજાશે. 16 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા ગોઠવાશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી વિસ્તારોમાં આજથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ______________________________ચૂંટણી કાર્યક્રમ● જાહેરનામુ પ્રસિદ્ધ : તા.27 જાન્યુઆરી ● ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ : 1 ફેબ્રુઆરી● ઉમેદવારી પત્ર ચકાસણી : 3 ફેબ્રુઆરી● ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ : 4 ફેબ્રુઆરી ● મતદાન : 16 ફેબ્રુઆરી ● પુનઃ મતદાન ( જરૂર પડે તો) : 17 ફેબ્રુઆરી● મતગણતરી : 18 ફેબ્રુઆરી● ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ : 21 ફેબ્રુઆરી______________________________ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે કોઈ જાહેરાત નહિરાજ્યમાં અનેક ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજાવાની બાકી છે. પરંતુ, રિઝર્વેશનની કામગીરી ચાલુ હોય હાલ તેની જાહેરાત કરવામાં આવી નથી. રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત માટે રિઝર્વેશનની કામગીરી ચાલુ છે તે પૂરી થયા બાદ કરાશે.______________________________