હળવદ : હળવદ તાલુકાના દિઘડિયા - સરા રોડ પર મોટરકાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ દિઘડિયા - સરા રોડ ઉપર કાનાભાઈ લકુંમ મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે મોટરકાર નમ્બર જી.જે. ૦૩ જે.એલ - ૫૨૯૨ ના ચાલકે બાઈકે હડફેટ લેતા મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈ કિશોરભાઇ જયંતીભાઇ લકુમ જાતે બાવાજી ઉ વ.૨૧ ધંધો. છુટક મજૂરી રહે.હળવદ પોલીસ સ્ટેશન પાછળ તાલુકા પંચાયતની સામે વાળાએ કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે નંબર ના આધારે કાર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.