હળવદ : હળવદ નજીક છકડા પાછળ બાંધેલા મિલર મશીનમાં બાઇક ઘુસી જતા બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. પોલીસે બનાવ સંદર્ભે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ પાસે વિદ્યા દર્શન સ્કૂલ નજીકના રોડ પર છકડા પાછળ બાંધેલા મિલર મશીન સાથે બાઈક અથડાયું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલક ધીરુભાઈ ભારમલભાઈ બ્લોચ ઉ.વ. ૪૨ નું મોત નીપજ્યું હતું. પોલીસે બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.