મોરબી: આર્મીમાં ફરજ બજાવતો હળવદ તાલુકાના સપકડા ગામનો યુવાન રજાના દિવસોમાં વતન આવ્યો હતો. રજા માણવા બહાર બાઈક પર ફરવા નીકળેલો આ યુવાનને અકસ્માત નડતા તેનું મોત નીપજ્યું હતું. હળવદ તાલુકા ના સાપકડા ગામના આર્મીમેન કિશોરભાઈ પ્રાગજીભાઈ કંજારીયા જે આર્મીમાં ફરજ બજાવતા હોય અને દેશની સુરક્ષામાં રોકાયેલા યુવાન તાજેતરમાં રજાઓમાં ઘરે આવ્યા હતા. રજાના દિવસોમાં તેઓ બાઈક પર બહાર જવા નીકળ્યા હતા ત્યારે તેનું બાઈક સ્લીપ થતા તેણે ગંભીર ઈજા પહોંચી હતી અને અકસ્માત જીવલેણ સાબિત થયો હતો જેમાં સૈનિકને જીવ ગુમાવવો પડ્યો હતો.