હળવદ: હળવદ તાલુકાના ઘનશ્યામપુર ખાતે ઘનશ્યામપુર કુમાર પ્રાથમિક શાળાના લાભાર્થે કુમાર અને કન્યા પ્રાથમિક શાળા દ્વારા આવતીકાલે તા. 17 ઓક્ટોબર, 2025 ને, શુક્રવારના રોજ રાત્રે 08:00 થી 11:00 કલાકે 'એક શામ બચ્ચો કે નામ' શીર્ષક હેઠળ ઘનશ્યામપુર કુમાર પ્રાથમિક શાળા ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.ભવ્ય લોકડાયરામાં ઇન્ટરનેશનલ ફોક આર્ટીસ્ટ જયમંતભાઈ દવે, લોક સાહિત્યકાર રવિન્દ્રભાઈ સોલંકી અને પી.વી. જાદવ, લોક ગાયિકા કોલમબેન ચાવડા (દલવાડી) અને ભજનિક પ્રિતેશભાઇ દવે સહિતના કલાકારો લોકસાહિત્યની રંગત જમાવશે. આ કલાકારોને જયસુખ ઉસ્તાદ અને ગ્રુપના સાજીંદા અને નેજા સાઉન્ડનો સથવારો મળશે.આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વિશ્વ પ્રસિદ્ધ હાસ્યકાર, લેખક અને મોટીવેશનલ સ્પીકર પદ્મશ્રી ડૉ. જગદિશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહેશે. તેમજ અનેક સંતો-મહંતો આશીર્વાદ આપવા પધારશે, જેમાં રામબાલકદાસ બાપુ (વડવાળા ધામ, દુધઈ), ભાવેશબાપુ (ઉદાસી આશ્રમ, પાટડી), હનુમાનદાસ બાપુ (હનુમાનજી મંદિર, નારીચાણા), તેમજ હળવદના દિપકદાસજી બાપુ, દલસુખ બાપુ, શ્રીજી સ્વામી, ભક્તિ નંદન સ્વામી, ધવલપુરી બાપુ સહિત અન્ય મહંતો હાજર રહેશે.મુખ્ય મહેમાન તરીકે સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા અને ધારા સભ્ય પ્રકાશભાઈ વરમોરા ઉપસ્થિત રહેશે. ત્યારે શાળાના લાભાર્થે યોજાયેલા આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી અને કલાપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.