હળવદ : હળવદના નવા ઘનશ્યામગઢ ગામે એક વૃદ્ધને ૩ શખ્સોએ જાનથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હળવદના નવા ઘનશ્યામગઢ ગામે રહેતા રૂગનાથભાઈ મોહનભાઇ માકાસણા ઉ.વ.૬૩એ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓને ઘનશ્યામ વાલજી લોરીયા, ઈશ્વર બાવલ દલસાણીયા અને જ્યોતિષ શિવા લોરીયાએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વૃદ્ધની ફરિયાદના આધારે હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.