વલસાડના જૂજવા ખાતેથી રાજ્યભરના આવાસોનો ઇ ગૃહ પ્રવેશ કરાવતા નરેન્દ્ર મોદી મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વલસાડના જૂજવા ગામેથી વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી હળવદ તાલુકાના ખોડ ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના ૫૯૦ આવાસોનો ઇ ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીએ વલસાડ તાલુકાના જુંજવા ગામેથી વિડીયો કોંન્ફરન્સના માધ્યમથી રાજયના કુલ ૧,૧૫,૫૫૧ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈ-ગ્રુહ પ્રવેશ કરાવ્યો. જેમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ખોડ ગામે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૮.૮૨ કરોડના ખર્ચે બનેલ ૫૯૦ આવાસના લાભાર્થીઓનો સામુહિક ઈ-ગ્રુહ પ્રવેશ કરાયો હતો. વડાપ્રધાને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સિધ્ધા સંવાદ દ્વારા વાતચિત કરી લાભાર્થીઓના વિધિયાત્મક પ્રતિભાવો મેળવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા,જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.ડી.જાડેજા, જિલ્લા અગ્રણીઓ લાભાર્થીઓ ભાઈઓ-બહેનો, ગ્રામ જનો અને કાર્યકર્તાઓ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.