મગફળી, કપાસ સહિતના પાકને મોટાપાયે નુકસાની થતા ખેડૂતોની કફોડી હાલત : ટીકર - માનગઢ રોડ પર ઢીંચણસમા પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને હાલાકી હળવદ : હળવદ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે રણકાંઠા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તે સાથે જ બ્રાહ્મણી ડેમ ઓવરફલો થતા માનગઢ, ટીકર, અજીતગઢ સહિતના વાડી વિસ્તારોમાં મોટા પાયે ખેડૂતોના પાકોને નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. જેથી, ખેડૂતોની કફોડી હાલત થઈ ગઈ છે.તાલુકામાં ગત મોડી રાત્રે ખાબકેલા સાબેલાધાર વરસાદથી પંથકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હળવદની જીવાદારો સમાન ગણાતો બ્રાહ્મણી ડેમ ઓવરફલો થતા તેનો પાણી માનગઢના વાડી વિસ્તારમાં ફરી વળ્યો હતા અને વાડી વિસ્તારમાં ખેત તલાવડાઓ ભરાઈ ગયા હતા. તેમજ માનગઢથી ટીકર જવાના રસ્તા પર ઢીંચણસમા પાણી ભરાઈ જવાના કારણે ભણવા જતા 50થી વધુ વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ઉપરાંત ગામના યુવાન પૃથ્વીસિંહ ઝાલા તેમજ જલ્પેશ પટેલએ જણાવ્યું હતું કે, ગઈકાલથી બ્રાહ્મણી ડેમ ઓવરફલો થતા માનગઢ ગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને વાડી વિસ્તારમાં પાણી ઘુસી જતા મોટા ભાગે ખેડૂતોના પાકોને નુકસાની થઇ છે. હળવદ પંથકમાં છેલ્લા અઠવાડીયાથી વરસી રહેલા મેઘરાજા પંથકના ખેડૂતો પર કોપાયમાન બન્યા હોય તેમ લીલો દુકાળ ખમવાનો વારો આવ્યો છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274