સતવારા સમાજના પોલીસકર્મીઓ દ્વારા શહીદ જવાનના પરિવારને રૂ. ૬૧,૫૫૫ની આર્થિક સહાય હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે શહિદ થયેલા આર્મી જવાનને સતવારા સમાજના પોલીસ કર્મીઓ દ્વારા રૂ.૬૧,પપપની આર્થિક સહાય કરવામાં આવી હતી. જેમાં સતવારા સમાજના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. અંદાજે ૩ માસ અગાઉ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા કિશોરભાઈ પ્રાગજીભાઈ કણઝરીયા જેઓ આર્મીમાં ફરજ બજાવતા હોઈ અને આર્મીમાંથી રજા પર આવેલ હોય ત્યારે ગામ નજીક મોટર સાયકલ સ્લીપ થઈ જતા ફોજી જવાનનું આકસ્મીક રીતે અવસાન થતા આજરોજ પરિવારજનોને દુઃખમાં સહભાગી થવા સતવારા સમાજના પોલીસ કર્મીઓ દ્વારા રૂ.૬૧,પપપની આર્થિક સહાય કરી હતી. આ તકે પી.એસ.આઈ. વિજયભાઈ પરમાર, પીએસઆઈ વનરાજભાઈ ચૌહાણ, હિતેશભાઈ રાઠોડ, ચમનભાઈ કણઝરીયા, કિરીટભાઈ જાદવ, ભરતભાઈ કણઝરીયા, ભરતભાઈ રાઠોડ, દિપકભાઈ રંગાળીયા, રાજદીપભાઈ પીપડીયા, વાસુદેવભાઈ સોનગ્રા સહિતના પોલીસ કર્મીઓ સાપકડા ગામે ફોજી જવાનના પરિવારજનોને ૬૧,પપપનો ચેક અર્પણ કર્યો હતો.