ધ્રાંગધ્રા તરફથી કચ્છ તરફ જતા ટેન્કરે કવાડિયાના પાટીયે પલટી મારી ને લોકોના નસીબ ખુલ્યા હળવદ : માળીયા-હળવદ હાઇવે ઉપર આજે કચ્છ તરફ ખાદ્યતેલ ભરીને જઈ રહેલ ટેન્કરે પલટી મારતા સ્થાનિક લોટરી લાગી હોય તેવા માહોલ વચ્ચે લોકોએ હાથ આવ્યું તે સાધન લઈ તેલ મેળવવા ઉમટી પડયા હતા. જેમાં કેટલાક લોકો તપેલા, તપેલી તો કેટલાક તો ડોલ, ડબ્બા અને કેરબા લઈને પહોંચી ગયા હતા. જાણવા મળતી વિગતો મુજબ માળીયા-અમદાવાદ હાઇવે ઉપર આજે હળવદ નજીક કવાડિયા ગામના પાટિયા પાસે તિરુપતિ કંપનીનું કચ્છ તરફ જઈ રહેલું તેલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કરમાં તેલ ભરેલું હોવાથી પલટી બાદ તેલની નદી વહી હતી અને લોકો તેલ ભરેલા ખાબોચિયામાંથી તેલ લેવા પડાપડી કરી હતી. વધુમાં, ઘટનાસ્થળે પોલીસ પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકો તપેલા, તપેલી, ડોલ, ડબલા, કેરબા, પીપ સહિતના હાથ આવ્યું તે સાધન લઈને પહોંચી ગયા હતા અને ટેન્કરમાંથી વહેતા તેલને હાથવગું કરી મોંઘવારીમાં રાહત મેળવવા પ્રયાસ કર્યો હતો. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળે છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..