ગેરકાયદેસર બીજી સોસાયટી દ્વારા પાણીચોરી થતી હોવાનો આરોપ મોરબી : મોરબી તાલુકાના રવાપર ગામની નીતીનપાર્ક સોસાયટીમાં બે વર્ષ જૂનો પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા આ બાબતે ઘણી વાર રજુઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ પગલાં ન લેવાતા આજે સોસાયટીની મહિલાઓએ રવાપર ગ્રામ પંચાયતને ઘેરાવ કર્યો છે. મોરબી તાલુકાના રવાપર ગામની નીતીનપાર્ક સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી પાણીની સમસ્યાઓ છે. આ સમસ્યાઓ હલ કરવા માટે ગયા વર્ષે પણ ઘણી રજૂઆતો તથા ચક્કાજામ જેવા પગલાંઓ પણ સોસાયટીવાસીઓ દ્વારા લેવામાં આવ્યા હતા. પરંતુ આ તરફ કોઈ પગલાં લેવામાં ન આવતા સોસાયટીની મહિનો દ્વારા આજે રવાપર ગ્રામપંચાયતનો ઘેરાવ કરવામાં આવ્યો છે. નીતીનપાર્કના 3 ફ્લેટમાં 80 જેટલા એપાર્ટમેન્ટ છે. સોસાયટીવાસીઓનું કહેવું છે, કે તેમની સોસાયટી આગળ શિવસૃષ્ટિ એપાર્ટમેન્ટના લોકો દ્વારા ગેરકાયદેસર રીતે કનેક્શન લઈને પાણીની ચોરી કરવામાં આવે છે. આ કનેક્શન બે વખત પંચાયત દ્વારા કાપી નાખવામાં આવ્યું હોવા છતાં પણ હજુ આ પાણીચોરી થાય છે. આથી આજે મહિલાઓ દ્વારા પંચાયતમાં પાણીપ્રશ્ને હલ્લાબોલ કરવામાં આવ્યો છે. પંચાયતમાં સરપંચ હાજર ન હોવાથી તેમના પતિને ઘેરાવ કરવામાં આવ્યા હતા અને અંતે સરપંચના પતિને પંચાયતમાંથી ભાગવું પડ્યું હતું. મહિલાઓનું આ ટોળું હજી પણ પંચાયત ભવનમાં જ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne