વાંકાનેર : વાંકાનેર તાલુકા પંથકમાં આજે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જેમાં સવારે 8 થી 10 સુધીમાં 3 મીમી અને 10 થી 12 વાગ્યા સુધીમાં 10 મીમી એમ કુલ 13 મીમી એટલે કે અડધો ઈંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે.