મોરબી : મોરબી જિલ્લામાં સાંજે 6થી રાત્રે 10 સુધી પણ છુટાછવાયો વરસાદ નોંધાયો છે. જેમાં મોરબી-1માં 18 મિમી, મોરબી-2માં 14 મિમી, વાંકાનેરમાં 4 મિમી, ટંકારામાં 10 મિમી, હળવદમાં 3 મિમી અને માળિયામાં 4 મિમી વરસાદ નોંધાયો છે. આમ રાત્રે પણ જિલ્લામાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે.