મોરબી : નૈઋત્યનું ચોમાસુ નિષ્ક્રિય અને દક્ષિણ ગુજરાતમાં જ સ્થિર થયા બાદ અંતે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે આજે મોરબી જિલ્લાના મેઘરાજાએ મુહૂર્ત કર્યું હતું. આજે મોરબીમાં 5 મીમી, હળવદમા પોણો ઈંચ અને ટંકારામા અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના સતાવાર આંકડા સામે આવ્યા છે.મોરબી જિલ્લા કન્ટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ હળવદમાં સૌથી વધુ 20મીમી, ટંકારામા 10 મીમી અને મોરબી શહેરમાં 5 મીમી વરસાદ વરસ્યો હતો સાથે જ મોરબી - વાંકાનેર હાઇવે ઉપર ઢુંવા તેમજ અન્ય ગામડાઓની સાથે હળવદ પંથકના અનેક ગામોમાં વરસાદ વરસ્યાના અહેવાલ મળી રહ્યા છે.