હળવદ : હળવદના સરડવા ગામે રમાતા જુગાર ઉપર પોલીસે દરોડો પાડીને 7 શખ્સોને પકડી પાડ્યા છે. આ સાથે પોલીસે રૂ. 17,400ની રોકડ પણ કબજે કરી છે. પોલીસમાંથી મળતી વિગત અનુસાર જુગાર રમતા ભરતભાઇ ચતુરભાઈ સોલંકી, સુરેશભાઈ લાલજીભાઈ ડાભી, પ્રતાપભાઈ શાહુભાઈ પઢીયાર, જગાભાઈ મયાભાઈ, દિનેશભાઇ લવજીભાઈ મકવાણા, અજીતભાઈ ધીરુભાઈ ચીતરા અને રમેશભાઈને પકડી તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.