કેનાલ કાંઠે આદિવાસી પરિવારના ત્રણ બાળકો રમતા રમતા એક કેનાલમાં પડી ગયા બાદ તેને બચાવવા જતા બાકીના બે બાળકો કેનાલમાં ઝંપલાવતા કરુણાતીકા સર્જાઈ : મામલતદાર સહિતની ટીમે તરવૈયાઓની મદદથી બન્ને બાળકોની શોધખોળ હાથ ધરી હળવદ : હળવદના કડિયાણા ગામ પાસે કેનાલના કાંઠે ત્રણ આદિવાસી ખેતમજૂર પરિવારના ત્રણ બાળકો રમતા હતા તે વખતે એક બાળક અચાનક કેનાલમાં પડી જતા તેને બચાવવા બાકીના બે બાળકોએ કેનાલમાં ઝંપલાવ્યું હતું.જોકે કેનાલમાં પડેલો બાળક તો હેમખેમ બહાર નીકળી ગયો હતો.પણ તેને બચાવવા પડેલા બે બાળકો કેનાલમાં ડૂબી ગયા હતા.આ બનાવની જાણ થતાં મામલતદાર સાહિતનાની ટીમે તરવૈયાઓની મદદથી બન્ને બાળકોની કેનાલમાં શોધખોળ હાથ ધરી છે. આ કરુંણ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના કડીયાણા ગામે આવેલ વાડી વિસ્તારમાં આદિવાસી પરિવાર ઝુંપડા બાંધીને ખેતમજૂરી કરે છે.આ આદિવાસી પરિવારના 14 વર્ષથી 17 વર્ષની વયના ત્રણ બાળકો વિશાલ, કરણ અને કિશન આજે સવારે કડીયાણા ગામે પસાર થતી નર્મદા કેનાલના કાંઠે રમતા હતા.તે વખતે અચાનક વિશાલ કેનાલમાં પડી ગયો હતો આથી નજરે સામે ડુંબતા કૌટુંબિક ભાઈ વિશાલને બચાવવા કરણ અને કિશને પળવારનો વિલંબ કર્યા બાદ કેનાલમાં ઝંપલાવ્યું હતું.જોકે કેનાલમાં પડેલો વિશાલ તો હેમખેમ બહાર નીકળી ગયો હતો.જેથી તેનો બચાવ થયો હતો.જ્યારે તેને બચાવવા કેનાલમાં પડેલા કરણ અને કિશન ઉડા પાણીમાં ગરક થઈ ગયા હતા અને કેનાલમાં અન્ડર ગ્રાઈન્ડ નાળામાં સુધી ઉડા પાણીમાં ગરક થઈ ગયા હોવાનું જાણવા મળે છે.આ બનાવની જાણ થતાં મામલતદાર તેમની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તરવૈયાઓની મદદથી કેનાલમાં ડૂબેલા બન્ને બાળકોની શોધખોળ હાથ ધરી છે.આ ત્રણેય બાળકો આદિવાસી પરિવારના કૌટુંબિક ભાઈ છે.આ ઘટનાથી આદિવાસી પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274