વર્ષ 2019 માં બનેલા મારામારીના કેસમાં હળવદ કોર્ટે ચુકાદો આપ્યો હળવદ : હળવદના સુંદરગઢ -સૂર્યનગર ગામે વર્ષ 2019 માં બનેલા મારામારીના કેસનો આજે હળવદ કોર્ટે ચુકાદો આપ્યો હતો.જેમાં હળવદ કોર્ટે આ મારામારીના કેસમાં એક આરોપીને દોષિત ઠેરવીને તેને 6 માસની સજા ફટકારી હતી.જ્યારે અન્ય બે આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા. આ મારામારીના કેસની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા અને સૂર્યનગર ગામે ખેતીની.જમીન ધરાવતા નરેન્દ્રભાઈ દેવરાજભાઈ દલવાડીએ જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા.6/3/2019 ના રોજ ફરિયાદીની વાડીમાંથી ચાલવા બાબતે આરોપીઓ દિલીપભાઈ સુંદરભાઈ કોળી ,દાજીભાઈ સુંદરભાઈ કોળી ,ઘનશ્યામભાઈ સુંદરભાઈ કોળીએ ફરિયાદી અને સહીદોને માર મારી જાનથી.મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ હળવદ પોલીસે આ ત્રણેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.દરમિયાન આ મારામારીનો કેસ પી.ડી.જેઠવા સાહેબ એડી.ચીફ.જ્યૂડી.મેજી. ની.કોર્ટ ચાલી જતા સરકારી વકીલ એ.પી.મારવણીયાની ધારદાર દલીલો અને ફરિયાદી પક્ષે રજૂ થયેલા 9.મૌખિક અને 7 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈને કોર્ટે આ કેસમાં એક આરોપી દિલીપભાઈ સુંદરભાઈ કોળીને દોષિત ઠેરવી તેને 6 માસની કેદની સજા તથા રૂ.2 હજારનો દંડ ફટકાર્યો હતો.જ્યારે અન્ય બે આરોપીઓ દાજીભાઈ સુંદરભાઈ કોળી ,ઘનશ્યામભાઈ સુંદરભાઈ કોળીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.