શહેરના ધરતીનગરમાં તસ્કરો ખાતર પાડે તે પહેલા પોલીસ પહોંચી હળવદ : હળવદ પંથકમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે તસ્કરો મેદાને આવ્યા છે. ત્યારે ગઈકાલે લાભ પાંચમની રાત્રીના શહેરના ધરતીનગર વિસ્તારના રહેણાક મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને રહેણાંક મકાનમાં ખાતર પાડે તે પહેલા જ પોલીસ પહોંચી જતા તસ્કરો જોડા મુકી મુઠીઓ વાળી નાસી છુટયા હતા. જો કે આ તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હળવદ શહેરમાં પાછલા થોડા સમયથી તસ્કરો સક્રિય થતા પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલીંગમાં વધારો કરવામાં આવ્યો છે. તેવામાં ગઈકાલે લાભ પાંચમની રાત્રીના શહેરમાં આવેલ ધરતીનગર વિસ્તારમાં એક શિક્ષકના મકાનને તસ્કરો નીશાન બનાવવા પહોંચ્યા હતા પરંતુ પોલીસની રાત્રી પેટ્રોલીંગમાં રહેલ પી.આઈ. એમ.આર. સોલંકીને જાણ થતા તાબડતોબ ધરતીનગર વિસ્તારમાં દોડી ગયા હતા. અને ધરતીનગરમાં પોલીસ પહોંચી આવતા તસ્કરોના રંગમાં ભંગ પડયો હોય તેમ તસ્કરો પી.આઈ. એમ.આર. સોલંકીને જાઈ જતા ઉભી પુછડીયે ભાગ્યા હતા. જાકે ધરતીનગરના રહેણાક મકાનને તસ્કરો ટાર્ગેટ બનાવે તે પહેલા જ પોલીસ આવી જતા તસ્કરોને પગરખા મુકી ભાગવું પડયું હતું અને તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='37689,37690']