હળવદ : બાંટવા ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા ગલાભાઈ અમરાભાઈ રબારી વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા હતા. આ પ્રસંગે હળવદ ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો જેેમાં જુુુદાજુદા શહેરના ડેપોના કર્મચારીગણ દ્વારા મોમેન્ટો અર્પણ કરાઈ હતી. હળવદ - બાંટવા રૂટની એસટી બસના કંડકટર ગલાભાઈ અમરાભાઈ રબારી વયમર્યાદાના કારણે નિવૃત થતાં એસટી વિભાગના તેમના સાથી કર્મચારીગણ દ્વારા વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગર ડેપોના રણજીતસિંહ રાણા, વિજયસિંહ ગોહિલ, રઘુવીરસિંહ ઝાલા, જનકસિંહ ગોહિલ, સુરેન્દ્રનગર ડેપોના અજીતસિંહ પઢિયાર તેમજ બાટવા ડેપો રતનભાઇ સહિતનાઓએ ગલાભાઈને શાલ ઓઢાડી શ્રીફળ પડો આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તેમની અવિરત સફળતાપૂર્વક ફરજ પૂર્ણ કરવા બદલ હાર્દિક શુભકામનાઓ સાથે નિવૃત જીવન સ્વાસ્મય તેમજ સુખમય નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.