હળવદ : હળવદ તાલુકાના મેરૂપર પે.સેન્ટર શાળા ખાતે ૬૯માં પ્રજાસત્તાક પર્વની 'દિકરીની સલામ દેશ કે નામ'થી ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિન નિમિત્તે ગામની સૌથી વધુ ભણેલી દિકરી સુમિતાબેન દ્વારા ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળા પરિવારવતી સુમિતાબેનને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. હળવદ તાલુકાના મેરૂપર પે.સેન્ટર શાળા ખાતે ૬૯માં પ્રજાસત્તાક પર્વની 'દિકરીની સલામ દેશ કે નામ'થી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મેરૂપર કલસ્ટરની શ્રેષ્ઠ એસ એમ સી મેરૂપર પે સેન્ટર શાળાને શ્રેષ્ઠ એસ.એમ.સીનો એવોર્ડ મળતા આચાર્ય દ્વારા એસ.એમ.સી અધ્યક્ષ ભરતભાઈ તથા સમગ્ર એસ.એમ.સી ટીમને અર્પણ કરવામાં આવેલા શાળાના આચાર્ય દ્વારા તેમને મળેલ ચિત્રકુટ એવોર્ડની રકમ શાળાના સિનિયર શિક્ષક જસવંતભાઈ રોકડમા ૨૧ હજાર અર્પણ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય એકતા અને અખંડતા વિશે સેજલે પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય રજુ કર્યું હતું.