ખેલમહાકુંભની ખો ખો સ્પર્ધામાં કુલ ૮ ટીમોએ ભાગ લીધો : નકલંક ગુરૂકુળના ટ્રસ્ટીએ ટીમને શુભેચ્છા પાઠવી હળવદ : જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભની ખો ખો સ્પર્ધા મોરબીના કડવા પાટીદાર ઉત્તર બુનિયાદી શાળા ખાતે યોજાઈ હતી. જેમાં અન્ડર ૧૭ની કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો. હળવદની નકલંક ગુરૂકુળની અન્ડર ૧૭ની ટીમ વિજેતા જાહેર થઈ હતી.આ તકે શાળાના ટ્રસ્ટી સહિત સ્ટાફગણે આગામી રાજયકક્ષાની સ્પર્ધામાં ઝળકશે તેવી આશા વ્યકત કરી હતી. જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ સ્પર્ધામાં શ્રી નકલંક ગુરૂકુળના અન્ડર ૧૭ના વિદ્યાર્થીઓએ પોતાનું કૌશલ્ય બતાવી ખો ખો સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મેદાન માર્યું હતું. જાકે ખેલમહાકુંભની ખો ખો સ્પર્ધામાં કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો અને સ્પર્ધામાં આવું જ ઉત્કૃષ્ઠ દેખાવ રાજયકક્ષાએ પણ જાળવી રાખશું તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. જે બદલ સંસ્થાના પ્રમુખ મહંતશ્રી દલસુખરામ મહારાજ, એમ.ડી. કરૂણાબેન પ્રજાપતિ, આચાર્ય ભરતભાઈ કણઝરીયા, રમત - ગમત શિક્ષક હિતેશભાઈ વરમોરા તેમજ સ્ટાફગણે તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.