56 ગરીબ બાળકોને દુકાને લઈ જઈ મનગમતા નવા કપડાં અપાવતા ખુશખુશાલ થયેલા આ બાળકોને જોઈને પોતે પણ ખુશી અનુભવી હળવદ : હળવદમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે ખરા અર્થમાં ઝૂંપટપટ્ટીના બાળકોની દિવાળીને દિપાવી હતી. જેમાં 56 ગરીબ બાળકોને દુકાને લઈ જઈ મનગમતા નવા કપડાં અપાવતા ખુશખુશાલ થયેલા આ બાળકોને જોઈને સંસ્થાના કાર્યકરોએ પણ ખુશી અનુભવીને બીજાની ખુશીમાં જ આપણી ખુશી એ તહેવારોની સાચી ઉજવણીનો મેસેજ જનજન સુધી પહોંચાડ્યો હતો. હળવદના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે દિવાળીની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. જેમાં આ સંસ્થાના કાર્યકરોએ આજે ધનતેરસના દિવસે ઝુપડપટીના ખરેખર જરૂરીયાતમદ હોય અને તેવા પરિવારના બાળકોની તાપસ કરી તેવા પરિવારના અલગ અલગ વિસ્તારના કુલ 56 બાળકોને તેમની ઝુપડપટીમાથી લઈ કપડકની દુકાને લઈ ગયા હતા. આ કપડાંની દુકાને પણ બાળકોને જે જે મનગમતા હોય તે કપડાની ખરીદી કરી આપી દિવાળીમાં નવા કપડાંની ભેટ આપી હતી. આ તમામ બાળકોને 3 રિક્ષામાં લઈને પોતાના ઘરેથી બજાર લાવ્યા અને દરેક બાળકનો પોતાની રીતે સારા અને મનોસદ કપડાંની ખીરીદી કરવાનો મોકો મળતા આ બાળકોનો ચહેરામાં અનેરી ખુશીની ચમક જોઈને સંસ્થાના કાર્યકરોએ પણ ગદગદીત થઈ ગયા હતા. સંસ્થાના કારકરો પ્રથમ વખત આ બાળકોના ચહેરા પર અપાર આનંદ જોયો હતો અને નવા કપડાં પહેરીને હવે દિવાળીની ઉજવણી કરશે. આ તકે તમામ કપડાના દાતા સ્વ.કાંતાબેન હરજીવનભાઇ સોલંકી હસ્તે હારૂનભાઇ બેલીમ હાજર રહ્યા હતા અને આ તમામ પ્રોજેક્ટને પુરો કરવા માટે તમામ ગ્રુપના સભ્યોએ હાજર રહી સફળ કર્યો હતો. આ સંસ્થાએ જણાવ્યું હતું કે, આવા અનેક દાતાઓ અમને અમારા આવા ઘણા લોક ઉપયોગી પ્રોજેક્ટમાં અનુદાન આપે છે, તે તમામ દાતાઓનો હૃદય પુર્વક આભાર માન્યો હતો.