ત્રણ દિવસિય ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો : સ્મશાનના લાભાર્થે કરાયું હતું આયોજનહળવદ : હળવદ શહેરમાં આવેલ જોગણી માતાજીના મંદિરની સામે આવેલા હળવદ કોળી-ઠાકોર સમાજના સ્મશાનના લાભાર્થે ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારની કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. જેની ફાઇનલ મેચ જય વેલનાથ ઈલેવન રાયસંગપર અને જય ખોડીયાર ઈલેવન હળવદ વચ્ચે બરાબરની ટક્કર બાદ આખરે જય વેલનાથ ઇલેવન ટીમ ચેમ્પિયન બની હતી.હળવદ શહેરમાં આવેલ કોળી-ઠાકોર સમાજના સ્મશાનના લાભાર્થે સમાજના યુવાનો દ્વારા ત્રણ દિવસ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું જેમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો આજે ફાઇનલ હોય જે જય વેલનાથ અને જય ખોડીયાર વચ્ચે યોજાઈ હતી જેમાં જય વેલનાથએ પ્રથમ બેટિંગમાં 122 રનનો ટાર્ગેટ આપ્યો હતો.જેની સામે જય ખોડીયાર ઈલેવનનો 13 રને પરાજય થયો હતો.જેથી ચેમ્પિયન બનેલ જય વેલનાથ ટીમને 11000 રોકડ અને કપ આપવામાં આવ્યો હતો. જ્યારે રનર્સઅપ બનેલ જય ખોડીયાર ટીમને 5500 રોકડ અને ટ્રોફી અપાઈ હતી.કપ અને ટ્રોફીના સ્પોન્સર છત્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ ઠાકોર રહ્યા હતા. તેમજ આ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન રૂપિયા 41 હજારની બચત થઈ હોય જે આયોજકો દ્વારા સ્મશાનના વિકાસના કામ માટે વાપરવામાં અર્પણ કર્યા હતા.આજે ફાઇનલ મેચ નિહાળવા ઠાકોર સમાજના યુવા અગ્રણી છત્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ ઠાકોર,મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિહોરા,ઠાકોર સેનાના પ્રમુખ ભરતભાઈ ગણેશિયા,ચતુરભાઈ પાટડીયા,રમેશભાઈ ઝિંઝુવાડીયા, ચંદુભાઈ ઇન્દરીયા,ભરતભાઈ લોદરીયા,અશોકભાઈ અઘારા અજુભાઈ ઠાકોર સહિતનાઓ હાજર રહ્યા હતા.આ ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે હિતેશભાઈ મકવાણા,મુન્નાભાઈ પંચાસરા,મહેશભાઈ ગોહિલ,નવઘણભાઈ થરેસા, કમલેશભાઈ,અજ્જુભાઈ,મુકેશભાઈ સુરેલા સહિતના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.