ખ્યાતનામ ગુજરાતી કલાકારોએ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી નગરજનોને ડોલાવ્યા : એસપી ડો.કરણરાજ વાઘેલાને હળવદ પોલીસ આયોજિત ગરબી નિહાળી મંત્રમુગ્ધ હળવદ : નવરાત્રીના છઠ્ઠા નોરતે હળવદ શહેરની પોલીસ લાઈન ગરબીમાં ખેલૈયાઓની રાસ-ગરબાની રંગત જામી હતી. જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી. આ તકે હળવદ પોલીસ દ્વારા એસપી ડો.કરણરાજ વાઘેલાને પાઘડી બાંધી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા એસ.પી.એ મા જગદંબાની આરતીનો લ્હાવો લીધો હતો. ઉપરાંત ગરબીમાં ગુજરાતી કલાકારોએ હાજરી આપી ભારે જમાવટ પાડી હતી. નવલા નોરતાની સમગ્ર હળવદ પંથકમાં સૌ કોઈ ગરબે ઘુમીને માની આરાધના કરવામાં આવે છે ત્યારે શહેરની પોલીસ લાઈનમાં હળવદ પોલીસ દ્વારા આયોજિત ગરબીમાં આજે છઠ્ઠા નોરતે સૌ કોઈ મન મુકીને રાસ-ગરબા લીધા હતા. આ પ્રસંગે મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હળવદ પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડાને પાઘડી પહેરાવી વિશેષ આદરભાવ વ્યકત કરાયો હતો. આ વેળાએ હળવદ પોલીસ પરિવાર આયોજિત ગરબીને નિહાળી એસપી ડો.કરણરાજ વાઘેલાએ આયોજન બદલ હળવદ પી.આઈ. સહિત પોલીસ સ્ટાફની ભારોભાર પ્રશંસા કરી હતી. હળવદ પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવમાં નાના-મોટા સૌ કોઈએ દિવડા પ્રગટાવી મા આદ્ય શકિતની આરતી કરી હતી. તો સાથો સાથ હળવદ પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગુજરાતી ફિલ્મના ખ્યાતનામ કલાકારો દેવ ઠક્કર, જીતુ પંડયા, પુજા નાયક, ગ્રેવ કંસારાએ નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત ખેલૈયાઓ, દર્શકોનું મનોરંજન કર્યું હતું. આ તકે પી.આઈ. એમ.આર. સોલંકી, પી.એસ.આઈ. ચન્દ્રકાંત શુકલ, પી.એસ.આઈ. પી.જી.પનારા સહિત હળવદ પોલીસ સ્ટાફએ સમગ્ર પ્રસંગ દરમિયાન ભારે જહેમત ઉઠાવી હતી. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='35082,35083']